માંડવીના દેઢિયા પાસે 72 ટન બોક્સાઇટ ભરીને જતી 2 ટ્રક ઝડપાઇ


વરસાદ બંધ થવાની સાથે જ કચ્છમાં ફરી ખનીજ માફિયાઓ સક્રિય બન્યા હોય તેમ બેફામ ખનીજ સાથે તેની હેરાફેરી પણ શરૂ કરી દેવાઇ છે.જોકે ભેદી રીતે ખાણ ખનીજ વિભાગ નિષ્ક્રિય બનતા પોલીસને કામગીરી કરવી પડે છે. માંડવી તાલુકાના દેઢિયા ગામ પાસે ગઢશીશા પોલીસે કાર્યવાહી કરી બોક્સાઇટ ભરીને જતી 2 ટ્રકને પકડી પાડી હતી.પોલીસે જણાવ્યું કે,માંડવી-નલીયા માર્ગ પર દેઢીયા પાસે રાત્રે દોઢ વાગ્યાની આસપાસ ગેરકાયદેસર બોકસાઈટ ભરીને જતી બે ટ્રકને ઝડપી લેવામાં આવી હતી.
GJ 12 BY 6076 નંબરની ટ્રકના ચાલક હરેશભાઈ ડાયાભાઈ પરમાર (રહે. સોનગઢ, રાપર)વાળા પાસેથી ખનીજ પરીવહન અંગે કોઈ આધાર કે પુરાવા ન મળતા ગાડી ડિટેઈન કરવીએએએમએએ આવી હતી , જયારે GJ 12 BY 9844 નંબરની ટ્રકમાં પણ ગેરકાયદેસર બોકસાઈટનો જથ્થો ભર્યો હોવાથી ડ્રાઈવર શાહરુખ આમદ સોઢા (રહે. સેલારી, રાપર)વાળાના કબજાની ટ્રક પણ કલમ 41-ડી હેઠળ જપ્ત કરાઇ છે.બંને ટ્રકમાં 36-36 ટન બોકસાઈટ હોવાનું સામે આવ્યું ત્યારે આગળની તપાસ પીએસઆઈ બી. જે. ભટ્ટને સોંપવામાં આવી છે.