મોરબી-માળિયા હાઈવે પર ફેકટરીમાં લાગી ભયાનક આગ, 6 લોકો ગંભીર રીતે દાઝ્યા

મોરબી નજીક ફેકટરીમાં આગ લાગવાનો બાનવ સામે આવ્યો છે. આ દુર્ઘટનામાં 6 લોકો દાઝયા હોવાનું જાણવા મળ્યું છે. આ આગ પાછળનું કારણ ગેસ લીકેજ થતો હોવાનું પ્રાથમિક રીતે માનવામાં આવી રહ્યું છે.પરંતુ ચોક્કસ કારણ હજુ સુધી જાહેર નથી થયું.
ઘટનાની મળતી માહિતી અનુસાર માળિયા રોડ ઉપર આવેલ રવાપર નદી ગામ તરફના રસ્તામાં આવેલ પલાયવુડ બનાવતી હોલીવુડ ઇન્ડસ્ટ્રીઝ નામની ફેક્ટરીમાં કોઈ કારણોસર અકસ્માતમાં આગ લાગી હતી. તેમાં અંદાજે 6 લોકો પવનભાઈ, નગીનભાઈ, દેવાભાઈ, હસનભાઈ, દેવરાજભાઈ અને સીબુસિંગભાઇનો દાઝ્યા હોવાનો સમાવેશ થાય છે. બનાવ બનતાની સાથે જ 108માં ફોન કરતા મહેન્દ્રનગર ટીમના પાયલોટ દલવાણી હનીફભાઈ તથા ઇએમટી દીપિકાબેન પરમારને જાણ થતા જ તેઓએ કોલર સાથે વાત કરી વધારે સભ્યો હોવાથી લાલબાગ એમ્બ્યુલન્સના સ્ટાફ ઇએમટી શૈલેષભાઈ તથા પાઇલેટ અલ્પેશભાઈ સમયને જાણ કરી ઘટનાસ્થળ પર પહોંચી હતી. બંને ગાડી વડે દર્દીઓને સારવાર અર્થે ખાનગી હોસ્પિટલમાં ખસેડાયા હતા. આગ કેવી રીતે લાગી તે હજુ જાણવા નથી મળ્યું.પરંતુ ગેસ લીકેજને કારણે આગ લાગી હોવાનું હાલ લાગી રહ્યું છે. આ બનાવથી પંથકમાં ચકચાર મચી જવા પામી હતી.