મીઠીરોહર નજીક જુગાર રમતા છ શખ્સો ઝડપાયા

ગાંધીધામ તાલુકાના મીઠીરોહર પાસે જાહેરમાં જુગાર રમતા છ ની ધડપકડ કરી પોલીસે રોકડ રકમ  રૂ|. 11,190 કબજે કર્યા હતા. મીઠીરોહર ગામ પાસે આવેલ ભવાની ટીમ્બરની બાજુમાં પોલીસે દરોડો  પડ્યો હતો. ગંજીપાના વડે જુગાર રમતા અસલમ ઝાહીદ મલિક, ગ્રીચ કેશવ દેઊગરિયા, સંદીપ રૂપસિંધ જાટવ, લાબા બિરેન બસુમાતરી, પ્રબીન પીતો રાભા તથા સુબોધ સુધીરદાસ નામના શખ્સોને ઝડપી પડ્યા હતા.  આ  જુગાર રમતા શખ્સો પાસેથી સ્થાનિક પોલીસે રોકડ રકમ  રૂ|.11,190 જપ્ત કર્યા હતા.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *