માંડવીમાં ધોળા દિવસે સતિમાના મંદિરમાંથી સોના-ચાંદીના દાગીનાની ચોરી.

માંડવી શહેરના ભીડ બજાર નજીક આવેલ ક્રિષ્ના હોટલના પાછળના ભાગે અનિરુદ્ધસિંહ રામસંગજી ચાવડાના મકાનમાં આવેલ સતીમાના મંદિરમાંથી સોનાના બુટિયા અને ચાંદીના હારની  ચોરી થયેલ છે.  બપોરના ચાર વાગ્યાના અરસામાં બનેલા આ બનાવની ફરિયાદના અનુસંધાને માંડવીના પી.આઈ.એન.બી.જલુ પોતાની ટીમ સાથે બનાવના સ્થળે દોડી આવ્યા હતા. નગરપતિ મેહુલભાઈ શાહ ત્યાં તેમની ટીમ સાથે પહોચ્યા હતા અને ઝીણવટભરી તપાસ કરી આરોપીને પકડી પાડવા જણાવ્યુ હતું.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *