ખેડૂતોના પ્રશ્નોને વાચા આપવા કચ્છ માથી વિવિધ જગ્યાએ થી અપાઈ રહ્યા છે આવેદનપત્ર
હાલમાં જયારે સમગ્ર દેશભરમાં ખેડૂત મિત્રો પોતાના હક પ્રાપ્તિ માટે સંઘર્ષ કરી રહ્યા છે ત્યારે સમગ્ર કચ્છ માથી પણ ખેડૂત મિત્રોના પ્રશ્નોના નિરાકરણ માટે તેમના પ્રશ્નોને વાચા આપવા માટે આવેદન પત્રના રૂપમાં રજૂઆતો કરવામાં આવી રહી છે. તેમજ મુન્દ્રા,ભચાઉ તથા અંજાર વગેરે જગ્યાએ થી આવેદન પત્રો આપી રજૂઆત કરવામાં આવી રહી છે.
ખરેખર માં આ ભારત દેશની કમનસીબી કહેવાય કે જે અન્ન દાતા છે,જે જમીન માથી સોના જેવી ફસલ ઉગાડે છે, જે તપ્તા તડકામાં ખેતરમાં કામ કરે છે રાત દિવસની પરવા કર્યા વગર જો તેમને જ પોતાના હક માટે પણ જહેમત ઉઠાવી પડે તો આ ભારત નું કમનસીબ નહીં તો શું કહેવાય. આ ખેડૂત મિત્રોના પ્રશ્નોનો તાત્કાલિક ધોરણે નિકાલ આવે તેવી લોક માંગ.