3 હજાર રહીશોએ હાઇ-વે કર્યો ચક્કાજામ, મહિલાઓએ કર્યાં સૂત્રોચ્ચાર

copy image

સાણંદ તાલુકાની ભાગોળે ઉલારિયા પાસે સરખેજ હાઇ-વે પરના સત્યેશ રેસિડેન્સીમાં છેલ્લા ઘણા સમયથી રોડના ગેટની બહાર ગટરના પાણીનો ભરાવો થવાની સમસ્યા થઈ રહી છે. જેથી અનેક પરિવારોને ભારે હાલાકીનો સામનો કરવો પડે છે. પૂર્વે રહીશોએ અનેક વખત રજૂઆત કરી છતાં સમસ્યાનો યોગ્ય નિરાકરણ નહીં આવતા લોકો રોષે ભરાઈ હોબાળો કર્યો.

સવારે 10 કલાક આસપાસ ઉલારિયા પાસે આવેલ સત્યેશ રેસિડેન્સીના આશરે 3000 જેટલા રહીશ એકત્ર થઇ આ સમસ્યાનો વિરોધ કરવા સાણંદ- સરખેજ હાઇ-વે ચક્કાજામ કર્યો. જેમાં મોટી સંખ્યામાં મહિલાઓ હાઇ-વે ઉપર બેસીને સૂત્રોચ્ચાર કરી વિરોધ કર્યો. જેના પગલે 2 કિમી લાંબો ટ્રાફિકજામ સર્જાયો હતો. જેથી ચાંગોદર પોલીસ તાત્કાલિક ઘટનાસ્થળે આવી પહોચી રહીશોને સમજાવટ કરી હાઇ-વે પરથી દૂર કરી ટ્રાફિક દૂર કરાયો હતો. સ્થાનિકોએ અનેક વખત તંત્રમાં સમસ્યાનું ઉકેલ લાવવા માગ કરી પણ સ્થિતિ એવી જ રહેતા રહેતા લોકોમાં રોષ વ્યાપ્યો હતો.