આદિપુર પોલીસે રૂ. 15,000 ના ચોરાઉ મોબાઈલ સાથે એક શખ્સ ને ઝડપી ચોરોનો ભેદ ઉકેલ્યો

આદિપુર પોલીસે રૂ. 15,000 ના ચોરાઉ મોબાઈલ સાથે એક શખ્સને પ્રેટ્રોલિંગ દરમિયાન પકડી  મોબાઈલ ચોરીનો ભેદ ઉકેલ્યો. પોલીસે ઝડપી પડાયેલા શખ્સ પાસેથી બાઇક સાથે કુલ રૂ.35,000 નો મુદામાલ કબજે કરી શખ્સની પુછપરછ કરી છે. આદિપુર પોલીસમથકના પી.એસ.આઈ. વિમલ આર. ડાંગરે માહિતી આપતાં જણાવ્યુ હતું કે આદિપુર પોલીસની ટીમ પ્રેટ્રોલિંગમાં હતી તે દરમિયાન ખાનગી રાહે બાતમી મળી હતી કે,ભુકંપનગર કિડાણાનો 21 વર્ષીય અલ્તાફ રમજાન કકલ ચોરાઉ મોબાઈલ સાથે આદિપુરમાં છે તેની, મળેલી બાતમીને અનુસંધાને અલ્તાફને રોકી પુછપરછ અને તલાસી લેતાં તેની પાસે રૂ. 5,000 ની કિંમતનો સેમસંગ મેક્સ, રૂ. 5,000 ની કિંમતનો રેડમી, ફોન રૂ 5.000 ની કિંમતનો એમઆઈ કંપનીનો ફોન મળી આવતા પુછપરછ કરતાં ત્રણે ફોન ચોરાયાની કબુલાત કરી આપતાં તેના કબજામાંથી રૂ. 20,000 ની કિંમતની જીજે-12-ડીએલ-8614 નંબરની બાઇક સાથે રૂ.35,000 નો મુદામાલ કબજે કરી આગળની  પુછપરછ કરતાં બે ફોન ભુજ તાલુકાના કનૈયાબે ગામમાંથી ચોરાયા હોવાનું જણાવતા પધ્ધર પોલીસમથકને આગળની કાર્યવાહી કરવાની જાણ કરાઈ હતી.

 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *