મોટી ચિરઈમાં મહિલાએ ગળેફાંસો ખાઇ કર્યો આપધાત
ભચાઉ તાલુકાના નવી મોટી ચીરઈમાં મહિલાએ છતના હુકમાં દુપટ્ટો બાંધી ગળેફાંસો ખાઈ મોતનો માર્ગ અપનાવી લેતાં દુ:ખદ વાતાવરણ છવાયું હતું. ભચાઉ પોલીસ મથકના સહાયક ફોજદાર મહેશભાઇ ચાવડા માહિતી આપતા જણાવ્યુ હતું કે, બપોરના 3 વાગ્યાના અરસામાં આ બનાવ બન્યો હતો. તાલુકાના નવી મોટી ચીરઈ ગામે રહેતી યુવતીએ બપોરના અરસામાં પોતાના ધેર છતના હુકમાં દુપટ્ટો બાંધી ગળેફાંસો ખાઈ લીધો હતો. આપધાતના બનાવ બાદ પોલીસે નોંધ દર્જ કરી આગળની કાર્યવાહી હાથ ધરી હતી.