બાઇક છકડામાં અડી ગયા બાદ 7 જણા કુહાડી અને લાકડીથી યુવાન પર કર્યો હમલો

આદિપુરના યુવકની બાઇક છકડામાં ટચ થયા પછી થયેલા ઝઘડા બાદ ગત સવારે છકડા ચાલકે અન્ય 7 લોકોને લઇ આવી કુહાડી અને લાકડી વડે યુવક પર હુમલો કરી ઇજા પહોંચાડવાણી ઘટના પોલીસ મથકે નોંધાઇ છે. આદિપુરના ડીસી-5 વિસ્તારમાં રહેતા 32 વર્ષીય આનંદ હુકમારામ ભાર્ગવે નોંધાવેલી ફરિયાદમાં જણાવ્યું હતું કે, સવારે તેઓ કોર્ટ સામેનો રસ્તો બાઇકથી ક્રોસ કરી રહ્યા હતા ત્યારે મુન્દ્રા સર્કલ તરફથી આવતા છકડામાં તેમની બાઇક ટચ થઈ જતાં છકડા ચાલકે તેમની સાથે ઝઘડો કરી રસ્સીથી માર માર્યો હતો.

ત્યાર પછી ગત સવારે તે જ છકડા ચાલકે આવીને તારામાં હવા હોલય તો આવી જા રિલાયન્સ સર્કલ પર એવું કહેતા તેઓ ત્યાં ગયા તો છકડા ચાલક અન્ય 7 અજાણ્યા સખ્શો સાથે લાકડી અને કુહાડી લઇને ઉભા હતા અને તેમને માર મારી ઇજા પહોંચાડી. ઇજાગ્રસ્ત હાલમાં તેમને રામબાગ હોસ્પિટલ મધ્યે ખસેડાયા હતા.