સુખપરમાં સામાન્ય બાબત પર યુવાનને માર મરવામાં આવ્યો
મુન્દ્રા તાલુકાના સુખપર ગામે ધર પર પથ્થરો ફેકવાની ના પડતાં બે શખ્સો દ્રારા યુવાનને માર મરવામાં આવ્યું હતું. જે અંગે મુન્દ્રા પોલીસ સ્ટેશનમાં બંને આરોપી સામે ગુનો નોધયો હતો. આ મુન્દ્રા પોલીસ સ્ટેશનમાં અબ્દુલ ફકિરમામદ સમેજા એ ફરિયાદ નોંધાવતાં જાળવ્યું હતું કે, ઇબ્રાહીમ નોડે તથા મુબારક ઇબ્રાહીમ નોડે નામના બે શખ્સો દ્રારા મારા ધરની ઉપર રાત્રિના પથ્થરોના છુટા ધા કરવામાં આવી રહા હતા તેથી તેમને પથ્થરો ધા કરવાની ના પડતાં ઇબ્રાહીમે માથાના ભાગે ધોકાથી મારીને ઇજા પહોચાડી હતી,જ્યારે મુબારકે ધકબુશટનો માર મારીને ઇજા પહોચાડી હતી.