ગાંધીધામમાં શ્રમજીવીની 80 હજારની રોકડ અને મોબાઈલ સાથેની કોટી લઈ ૨ ઇસમો ફરાર.
ગાંધીધામમાં કટલેરીની રેકડી ચલાવતા શ્રમજીવી વૃદ્ધની ૮૦ હજારની રોકડ રકમ અને મોબાઈલ ફોન રાખેલી કોટી લઈને બે ઇસમો નાશી ગયા હોવાની ફરિયાદ નોધાઈ છે. બનાવ ૧ માસ પૂર્વ ગત ૧૬ મી સપ્ટેમ્બરે બપોરે અઢી વાગ્યાના સમયમાં બન્યો હતો. જો ,કે વૃદ્ધ ચોરને ઓળખતા હોઈ તેમજ નાણાં અને ફોન પરત આપી દેવાનું આશ્વાશન આપ્યું હોઈ તેમણે ફરિયાદ નોધાવી ન હોતી. ૬૫ વર્ષીય ફરિયાદી દીલીપભાઈ શંકરભાઈ કેવટ શહેરના ચાવલા ચોકમાં કટલેરી ની રેકડી ધરાવે છે. ગત ૧૬ મી ના રોજ બપોરે તેમની રેકડી પર સંજય ઉર્ફે સનિયો મંગા દેવીપૂજક અને શંકર ઈશ્વર દેવીપૂજક નામના બે શખ્સો તેમની પાસે આવ્યા હતા. દિલીપભાઇ બંનેને ઓળખતા હતા . ધંધો કરવા માટે તમારી રેકડીની પાસે જગ્યા જોઇયે છે તેમ કહી બને શખ્સો દિલીપભાઇની રેકડી પાસે બેઠા હતા. ગરમી વધુ હોવાથી દિલીપભાઇએ તેમની કોટી રેકડી પર ટિંગાડી હતી. કોટીના ખિસ્સામાં ૮૦ હજારની રોકડ અને ૧૫૦૦ રૂપિયાની કિંમતનો મોબાઈલ ફોન હતો. દરમિયાન ,બંને શખ્સો તેમની નજર ચૂકવી કોટી લઈ નાસવા માંડયા હતા. જાણ થતાં દિલીપભાઇએ પીછો કરી શંકરને પકડી પાડ્યો હતો પરંતુ તેમની કોટી સંજય લઈ નાસી ગયો હોવાનું જણાવ્યુ હતું. શંકરે દિલીપભાઇને તેમની રોકડ રકમ અને મોબાઈલ ફોન પાછા અપાવી દેવાની ખાત્રી આપતા તે ફરિયાદ નોધાવતા ન હોતા .જોકે નાણાં અને ફોન ના મળતા તેમણે આજે બને વિરોધ ફરિયાદ નોધાવી હતી.
