માંડવીના ડોણ ગામ નજીક નજીવી બાબતે યુવાન પર છરી વડે હુમલો
માંડવી તાલુકાના ડોણ ગામ પાસે ગાળો બોલવાની ના કહેવા મુદે યુવાન પર છરીથી હુમલો કરાતા મામલો પોલીસ મથકમાં પહોચ્યો હતો. પોલીસ સુત્રો દ્રારા પ્રાપ્ત થતી વિગતો અનુસાર તેમજ માંડવી તાલુકાના ગોધરા ગામે રહેતા ચમનલાલ વિરચંદભાઈ પટ્ટણીની ફરિયાદને ધ્યાને લઈ પોલીસે જણાવ્યુ હતું કે, માંડવીના દાદાની ડેરી નજીક ગાલાનગરમાં રહેતા વિનોદ બાબુ પટ્ટણી અને ગંગાબેન બાબુ પટ્ટણીએ મારા સામે જોઈને ગાળો કેમ બોલશ એમ કહીને લાકડીથી માર મારી તેમ છરીથી સામાન્ય ઇજા પહોચાડી હતી. તેમજ ફરિયાદી સાથે રહેલા મંજુલાબેનને પણ માર મારી ઇજા પહોચાડી હતી. માંડવી પોલીસે બનાવની નોંધ લઈ તપાસ હાથ ધરી હતી.