કચ્છ જિલ્લામાં બુઢારમોરા,દેસલસર,નેર – અમરસર ખારોઈ રોડની કામગીરીમાં કોન્ટ્રાકટર તથા ઇજનેર આલવાણી દ્વારા કામગીરી નબળી કરી ગેરરીતિઓ આચરી

કચ્છ જિલ્લામાં બુઢારમોરા,દેસલસર,નેર – અમરસર ખારોઈ રોડની કામગીરીમાં કોન્ટ્રાકટર તથા ઇજનેર આલવાણી દ્વારા કામગીરી નબળી કરી ગેરરીતિઓ આચરી સરકારી નાણાનો દૂરઉપયોગ કરવામાં આવી રહ્યો છે. જણાવા મળતી વિગતો અનુસાર પટેલ કન્સ્ટ્રકશન કંપનીને જે રોડ અને પુલિયાનું કામ સોપવામાં આવ્યું હતું હાલમાં જે પુલિયાનું કામ ચાલુ છે તે પુલ જે નદી ઉપર બાંધવામાં આવી રહેલ છે. તે નદીની ખારી રેતી આ બ્રિજના બાંધકામમાં વાપરવામાં આવેલ છે. તેમજ આ બ્રિજની નદી ખારી છે અને તેમાં ખારાસના કારણે કાયમી ખારું પાણી રહે છે. અને પુલના બાંધકામમાં નદીની ખારું પાણી વાપરવામાં આવે છે. તેમજ આર.સી.સી. કરવામાં આવેલ નથી. આર.સી.સી. ન કરતાં પુલિયાનું કામ નબળું છે. તેમજ આ રોડ અને પુલિયાનું બાંધકામ નેર બંધડી ગામના સીમાડામાં કરવામાં આવી રહેલ છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *