સુરતમાં મોપેડ પર ઘરે જતા દંપતીને ટેમ્પો ચાલકે અડફેટે લેતા અકસ્માત: પતિનું મોત


સુરતના ગોડાદરા વિસ્તારમાં ટેમ્પો અને મોપેડ વચ્ચે ગંભીર અકસ્માત સર્જાયો હતો. ગોડાદરાના ધ્રુવ પાર્ક પાસે આ અકસ્માતનો બનાવ બન્યો હતો. પૂર ઝડપે આવતા ટેમ્પો ચાલકે એક્ટીવા સવાર દંપતીને અડફેટે લઈ લીધા હતા. જેમાં એક્ટીવા ચાલક ગોપાલભાઈ મકવાણાનું પત્નીની નજર સામે ઘટના સ્થળે જ મૃત્યુ નીપજ્યું હતું. બનાવ વિશે ગોડાદરા પોલીસે ગુનો દાખલ કૃ ટેમ્પો ચાલકની અટક કરી છે. જ્યારે ઘરનો આધાર ગુમાવતા પરિવારના હૈયાફાટ રૂદનથી માહોલ શોકમય બની જવા પામ્યો હતો.
એકટીવા ચાલક ગોપાલભાઈ મકવાણાનું ઘટના સ્થળે જ મૃત્યુ નીપજ્યું હતું. જ્યારે તેમના પત્નીને હાથ અને પગના ભાગે ગંભીર ઇજાઓ થઈ હતી. અકસ્માતને પગલે ગોડાદરા પોલીસ ઘટના સ્થળે દોડી પહોચી હતી. પોલીસે બનાવને પગલે તાત્કાલિક ગોપાલભાઈ અને તેમના પત્નીને સિવિલ હોસ્પિટલ મધ્યે ખસેડ્યા હતા. જ્યારે બનાવ સ્થળેથી ટેમ્પો કબજે કરી ડ્રાઇવરની પણ અટક કરાઈ હતી.પોલીસે આ બાબતે અકસ્માતનો ગુનો દાખલ કૃ વધુ તપાસ હાથ ધરી છે.