ભરુચ જિલ્લાની આંગણવાડી બહેનો મેદાને, ભરૂચ કલેક્ટર કચેરીમાં કર્યો હલ્લાબોલ


ગુજરાત આંગણવાડી વર્કરના રાજ્યવ્યાપી વિરોધ આંદોલન વચ્ચે ભરૂચ જિલ્લાની બહેનો પણ આજે 8 જેટલા મુદ્દાને લઈ વિફરી. કલેકટર કચેરી મધ્યે સેંકડોની સંખ્યામાં આંગણવાડી બહેનોએ સરકાર સામે સૂત્રોચાર કર્યા હતા.
આજે રાજ્યભરમાં એક લાખ જેટલી આંગણવાડી બહેનોએ વિવિધ જિલ્લા મથકે સુત્રોચ્ચાર કરી વિરોધ કર્યો હતો. ભરૂચમાં પણ કલેકટર કચેરીએ આંગણવાડી બહેનો મોટી સંખ્યામાં એકત્ર થઈ સરકાર સામે ભારે નારાબાજી કરાઇ હતી. પગાર વધારો, વયમર્યાદા 60 વર્ષની કરવા, યુ.પી. ની જેમ ગેલેક્ષી મોબાઈલ આપવા, પેંશન, પ્રોવિડન્ડ ફંડ, પોષણ સુધા તેમજ ફેરબદલીની તકની બાબતને લઈ મુખ્યમંત્રીને સંબોધતુ આવેદન જિલ્લા વહીવટી તંત્રને અપાયું હતું.