આજરોજ ભુજ RTO માં ઓનલાઈન પેમેન્ટ મરજિયાત કરવા આમ નાગરિકો દ્વારા રજૂઆતો કરવામાં આવી.

આજે ભુજ આર.ટી.ઓ ની અંદર આમ નાગરિકો દ્વારા રજૂઆતો કરવામાં આવી હતી કારણ કે હાલમાં સરકાર શ્રી દ્વારા જે ઓનલાઈન પેમેન્ટની કામગીરી શરૂ કરવામાં કરવામાં આવી છે. ત્યારે આજે RTO ના સાહેબ શ્રી ને આવેદન આપી આમ નાગરિકો દ્વારા રજૂઆતો કરવામાં આવી. અને ઓનલાઈન પેમેન્ટને મરજિયાત કરવામાં આવે તેવી માંગ કરવામાં આવી. કચ્છ એક સરહદી જિલ્લો છે અને વિસ્તારની દ્રષ્ટિએ મોટો વિસ્તાર છે. અને ઓનલાઈન પેમેન્ટ માટે RTO માં હજી વ્યવસ્થાનો અભાવ છે માટે ઓનલાઈન પદ્ધતિ મરજિયાત કરવામાં આવે તેવી માંગ સાથે આવેદન આપવામાં આવ્યું હતું.