લક્ષ્મીનગર વેડ રોડ પર ફાયરિંગ, પોલીસે હથિયાર અને બાઇક કર્યાં જપ્ત

સુરતના વેડ રોડ વિસ્તારમાં મોડી રાતે ફાયરિંગનો બનાવ બન્યો છે. અંગત અદાવતમાં ફાયરિંગ થયું હોવાનું જાણવા મળ્યું છે. સામસામે જપાજપી કર્યા બાદ હવામાં ફાયરિંગ કરીને આરોપીઓ ભાગી ગયા હતા. ચોક બજાર પોલીસને બનાવની જાણ થતા જ ઘટના સ્થળ ઉપર પહોંચી તપાસનો દોર શરૂ કર્યો છે.
ફાયરીંગના સમાચાર મળતાં ચોક બજાર નો પોલીસ કાફલો દોડતો થઈ ગયો હતો. પોલીસે ઘટના સ્થળે પહોંચી તપાસ હાથ ધરી તો અંગત અદાવતને લઈને ફાયરીંગ કરાયું હોવાની પોલીસ પાસેથી પ્રાથમિક વિગતો સામે આવી રહી છે, કોઈ જાનહાની થઈ ન હતી. ચોક બજાર પોલીસ દ્વારા સમગ્ર બાબતે ફરિયાદ નોંધાઈ છે. આજુબાજુના cctv કૂટેજની મદદથી પોલીસે ફાયરીંગ કરનાર આરોપીઓ ને પકડવાના ચક્રો ગતિમાન કર્યા.
ચોક બજાર પોલીસ સ્ટેશનના પીઆઇ મનોજ ગઢવીએ જણાવ્યું કે હિતેશ સોલંકી નામના સખ્શ ઉપર ફાયરિંગ કરવામાં આવી હતી. હિતેશના જણાવ્યા અનુસાર હેમંત નામના ઈસમ સાથે થોડા દિવસો પહેલા કોઈક બાબતે માથાકૂટ થઈ હતી તેની અંગત અદાવત રાખીને મારા ઉપર ફાયરિંગ કરવામાં આવ્યું છે. હાલ ગુનો દાખલ કરી તપાસ કરવામાં આવી છે. ઘટનાસ્થળે જપાજપી પછી આરોપીઓ ભાગી ગયા હતા. ઘટના સ્થળ ઉપર તપાસ કરતા હથિયાર અને મોટરસાયકલ જપ્ત કરવામાં આવ્યા છે.