બરવાળામાં ઘરમાં છૂટી લાકડીનો ઘા કરતાં મહિલાને માથાના ભાગે ઇજા

ગાંગડીયા શેરી બરવાળામાં રહેતા રોજીબેન નજીરભાઈ ગઢીયા બપોરના 3 વાગ્યે તેમના મોટાબહેન ચાંદનીબેન તેમના નાની કુસીમબેન અને તેમના બહેનનો દિકરો મહંમદ તેમના ઘરે હતા ત્યારે તે સમયે તેમના ઘરની બાજુમાં અમુક સખ્શો મોટા અવાજે ગાળો બોલતા હતા.

તેથી રોજીબેને ઘરના પહેલા માળે જઈને જોયુ તો તેમની બાજુમાં રહેતા તેમના કાકા મુસ્તુફા ઉર્ફે તોફા વલીભાઈ, અલ્ફાજ અફજલભાઈ, આરીફ સુલેમાનભાઈ, અલ્તાફ રસુલભાઈ અને અફજલ વલીભાઈ રોજીબેનનુ નામ લઈને ગાળો આપી પગ ભાંગી નાખવાનું કહી રહ્યા હતા. રોજીબેને નીચે જઈ ઘરનો મુખ્ય દરવાજો બંધ કરતા અલ્ફાજે તેના હાથમાં રહેલ લાકડી છુટી ઘરમા ઘા કરતા રોજીબેનને માથાના ભાગે ઇજા થતાં તેઓ બેભાન થઈ ગયા હતા.

તેમની બહેને ઘરનો દરવાજો બંધ કરી દીધો ત્યાર પછી આ પાંચેય સખ્શો ગાળો બોલી જેમ રેવુ હોય એમ રેજે આજ તો બચી ગયા હવે પછી મારી નાખવાના છે તેવી ધમકી આપી ભાગી ગયા હતા. ત્યારબાદ રોજીબેનને માથાના ભાગમાં મુંઢ ઈજાઓ થઈ હોવાથી તેમના બેહેન ચાંદનીબેન તેમને હોસ્પિટલ સારવાર અર્થે લઈ ગયા હતા.