પાલનપુર હાઈવે પર આખલાએ એક્ટિવા સવારને લીધો અડફેટે

પાલનપુરથી એક્ટિવા લઈને પોતાના ઘર તરફ આવી રહેલા કાકા ભત્રીજાને કાણોદર હાઇવે પાસે દોડી આવી રહેલા આખલાએ અડફેટે લેતા બંનેને સામાન્ય ઇજા થઈ હતી. સમગ્ર બનાવ સીસીટીવી કેમેરામાં કેદ થયો હતો. અવારનવાર આ માર્ગ ઉપર દિનપ્રતિદિન રખડતા પશુઓનો ત્રાસ વધતો જાય છે તેમ છતાં તંત્ર દ્વારા કોઈપણ પ્રકારની કાર્યવાહી કરવામાં નથી આવતી જેને લઇ લોકોમાં તંત્ર વિરુદ્ધ ભારે રોષ જોવા મળે છે.
કાણોદર ગામના અશોકભાઈ ભેમાભાઈ વાઘેલા (દરજી) અને તેમનો ભત્રીજો તનિષભાઈ વાઘેલા પાલનપુરથી પોતાના ઘરે કાણોદર મધ્યે આવી રહ્યા હતા. આ દરમિયાન રાત્રિના સમયે કાણોદર હાઇવે ઉપર આખલાએ એક્ટિવા સવાર બંને કાકા ભત્રીજાને અડફેટે લેતા એક્ટિવા સવાર નીચે પડી જ્ઞ હતા. સદનસીબે બંને જણને સામાન્ય ઇજાઓ થઈ હતી. જોકે પાછળથી આવી રહેલ ઇકો ચાલકે સમય સૂચકતા દેખાડી બ્રેક લગાવી લેતા બંનેનો આબાદ બચાવ થયો. જે સમગ્ર ઘટના સીસીટીવી કેમરામાં કેદ થઈ હતી.