દેવી -દેવતા અંગે સોશિયલ મીડિયા પર ટીકા બાબતે નખત્રાણાના નેત્રાં ગામે હિંસક બબાલ.

હિન્દુ દેવી -દેવતાઓ વિશે સોસિયલ મીડિયા પર થયેલી અભદ્ર ટિપ્પણીને લઈ નખત્રાણા ના નેત્રા ગામે આજે હિસક બબાલ થઈ હતી. જેમાં આઠ થી દસ યુવકોને નાની મોટી ઇજાઓ થઈ હતી. બપોરે અઢી -ત્રણ  વાગ્યાના સમયમાં હિંસક મારમારી થયા બાદ પોલીસે ગામમાં દોડી જઇ બંદોબસ્ત ગોઠવ્યો હતો. ઘટના અંગે જાણ થયા બાદ ભુજથી ડીવાયએસપી જે.કે. જયસ્પાલ પણ આજે સાંજે ઘટના સ્થળે દોડી ગયા હતા. તેમણે દેવી -દેવતાઓ અંગે સોસિયલ મીડિયા પર થયેલી ટિપ્પણી થી અથડામણ સર્જાઈ હોવાનું જણાવી બંને જુથના યુવકો ઘવાયા હોવાની પ્રાથમિક માહિતી આપી હતી. મારામારીમાં ઘવાયેલા છએક યુવાકોને  નખત્રાણાના સામૂહિક આરોગ્ય કેન્દ્ર ખાતે સારવાર અપાઈ હતી. તો ,અન્ય ત્રણ-ચાર યુવકોને પણ હળવી -ગંભીર ઇજાઓ થઈ હોવાનું સૂત્રો દ્વારા જાણવ્યુ હતું.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *