ધ્રાંગધ્રાની વસાડવા ચોકડી નજીક ઝાડની ડાળી સાથે યુવાનની લટકતી હાલતમાં મળી લાશ

સુરેન્દ્રનગર જીલ્લાના ધ્રાંગધ્રા તાલુકા વિસ્તારના વસાડવા ચોકડીથી સંધ્યા હોટલની વચ્ચે આવેલી ખરાબાની જગ્યામાં એક યુવકે ગળેફાંસો ખાઈ આત્મહત્યા કરી હોવાનું જાણવા મળી રહ્યું છે.

આ બનાવ વિષે ધ્રાંગધ્રા તાલુકા પોલીસને જાણ થતાં તાત્કાલિક ધ્રાંગધ્રા તાલુકા પોલીસ એએસઆઈ ધીરૂભા સહિતનો પોલીસ સ્ટાફ બનાવ સ્થળે પહોંચ્યો હતો. તેમાં પહેલા લાશને નીચે ઉતારી પીએમ માટે ધ્રાંગધ્રા સરકારી હોસ્પિટલ મધ્યે ખસેડવામાં આવી હતી. ત્યારે જાણવા મળતી માહિતી મુજબ આ યુવાન ધ્રાંગધ્રા તાલુકાના જીવા ગામમાં રહેતો હોવાનુ જાણવા મળ્યુ હતુ.


આ યુવાનનુ નામ નિલેશભાઈ ધનજીભાઈ કાચરોલા ( ઉંમર વર્ષ- 21 ) વાળાએ ધ્રાંગધ્રા તાલુકાના વસાવડા ચોકડીથી સંધ્યા હોટેલની વચ્ચે ખરાબાની જગ્યામા આવેલા લીમડાના ઝાડ પર ગળેફાંસો ખાઈ આપઘાત કર્યું હોવાનું પ્રાથમિક તારણ સામે આવ્યું હતુ. પરંતુ ધ્રાંગધ્રા તાલુકા પોલીસ સ્ટેશન મધ્યે અકસ્માત અંગેનો ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી હતી.