માળિયાના જશાપર ગામમાં ટ્રેક્ટર રસ્તા વચ્ચે રાખવા બાબતે પિતા-પુત્રે વૃદ્ધને માર મારતાં પોલીસ ફરિયાદ કરાઇ

copy image

માળિયાના જશાપર ગામમાં ઘરની બાજુમાં ટ્રેક્ટર રાખેલું હોવાથી આ મામલે ઝઘડાનો ખાર રાખી પિતા-પુત્રે વૃદ્ધને માર મારી જાનથી મારી નાખવાની ધમકી આપતા પોલીસ ફરિયાદ દાખલ કરાવાઈ છે.

જશાપર ગામના રહેવાસી સુરેશભાઈ હરિભાઈ ડાંગરે (ઉ.વ. 60) પોલીસ ફરિયાદ દાખલ કરાવતા કહ્યું છે કે સુરેશભાઇએ તેમના ઘર પાસે તેમનું ટ્રેક્ટર રાખ્યું હતું. તે સમયે આરોપી મનવીર તેમના ઘરની બાજુના પ્લોટમાં ટ્રેક્ટર મુકવા આવ્યા સુરેશભાઇનું ટ્રેક્ટર નડતાં તેમણે ટ્રેક્ટર પાછળ લઈ લીધું. આરોપી મનવીરે તેનું ટ્રેક્ટર પાર્ક કરીને સુરેશભાઈને ગાળો આપી અને સામાન્ય બોલાચાલી થઇ હતી. જે અંગે ખાર રાખીને સાંજના સમયે આરોપી મનવીર સવાભાઇ કાનગડ અને સવાભાઇ ભુરાભાઈ કાનગડે બંને પિતા પુત્રે આવીને ગાળો આપી સોરીયાના હાથાનો એક ઘા મારી ઈજા પહોચાડી હતી. તેમજ માર મારી જાનથી મારી નાખવાની ધમકી આપી.

માળિયા પોલીસે આરોપી મનવીર સવાભાઇ કાનગડ અને સવાભાઇ ભુરાભાઈ કાનગડ રહે બંને જશાપર તા. માળિયા વાળા સામે મારામારીની ફરિયાદ દાખલ કરી બંને આરોપીને પકડી લીધા છે.