ગાંધીધામમાં બાઇક અકસ્માત બાબતે ઘરમાં ઘૂસી હથિયારો વડે હુમલો.

ગાંધીધામ શહેરના સુંદરપૂરી વિસ્તારમાં બાઇક અડી જતાં બબાલ સર્જાઈ હતી. બાદમાં મહિલા સહિત ચાર શખ્સો એક ઘરમાં ઘૂસી તલવાર અને ધોકા જેવા હથિયાર વડે હુમલો કરતાં ચાર લોકોને ઇજાઓ પહોચી હતી. પોલીસ મથકે થી મળતી વિગતો મુજબ ગઈ કાલે સુંદરપૂરીમા યાસીન અને પ્રવીણ નામના શખ્સ વચ્ચે ગાડી અડી જવા બાબતે બબાલ થઈ હતી. બાદમાં સમાધાન પણ થઈ ગયું હતું. દરમ્યાન રાત્રે અશોક ઉર્ફે ચીચો મનુ પારાધી, જેસંગ મલું પારાધી, કુંવરજી રાણા ભીલ અને મનીષાબેન અશોક પારાધી નામના શખ્સો વાહન લઈને યાશીનના ઘરે આવ્યા હતા. આ શખ્સોએ તલવાર, ધોકા વડે હુમલો કરતાં યાસીન, તેની  માતા, તેના પિતા ઈસ્માઈલ હુશેન મિયાણા (ઉ.વ. ૫૮ )તથા તેના કાકાને ઇજાઓ પહોચી હતી. ઘાયલ થયેલા પૈકી બે લોકોને ગંભીર ઇજાઓ પહોચતા બનેને વધુ સારવાર માટે ભુજ ખસેડવામાં આવ્યા હતા. આ અંગે આગળની તપાસ પોલીસે હાથ ધરી છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *