સામખિયાળી ટોલપ્લાઝા ટ્રક અડફેટે બાઇકસવારનું મોત

રાપર તાલુકાના ગગોદર ગામે રહેતા 40 વર્ષીય મેધાભાઈ વજાભાઈ ખોડ એ નોંધાવેલ ફરિયાદ અનુસાર,ગઈ કાલે રાત્રીના તેમના ભાઈ કુંભાભાઈ ખોડ જીજે-12-બીએલ-6097 નંબરની બાઇક લઈને જઇ રહેલ હતા તે દરમિયાન સામખીયાળી ટોલપ્લાઝા પાસે પાછળથી પુરપાટ વેગે અને બેદરકારી ભરી રીતે આવી રહેલા જીજે-12-બીડબલ્યુ-1676 નંબરના ટ્રક ચાલકે તેને અડફેટમાં લેતા તેને પહોચેલ ગંભીર ઇજાએને કારણે ઘટનાસ્થળે જ તેનું મોત થયું હતું. નાસી ગયેલ ટ્રક ચાલક વિરૂધ્ધ પોલીસે ગુનો નોંધ્યો છે.