કચ્છમાં તમામ ડેપો મધ્યે એસ.ટી વિભાગના કર્મચારીઓ રાજ્યવ્યાપી વિરોધ પ્રદર્શનમાં જોડાયા

copy image

ગુજરાતમાં સરકારી અને અર્ધ સરકારી કર્મચારીઓ દ્વારા વિવિધ માંગણીઓને લઈ ધરણાં પ્રદર્શનના કાર્યક્રમો સતત કરાઈ રહ્યા છે. તેમાં એસ.ટી વિભાગના કર્મચારીઓએ પણ પોતાની માંગણીઓ પુરી કરવા સરકાર સામે રાજ્યવ્યાપી સુત્રોચાર કૃ પ્રદર્શન શરૂ કર્યું. ત્યારે કચ્છ જિલ્લામાં પણ બીજા દિવસે જિલ્લાના તમામ 8 ડેપો મધ્યે એસટીના કર્મીઓએ જૂની પેન્શન યોજના ફરી લાગુ કરવા, ગ્રેડ પે માં વધારો આપવા અને કાયમી નોકરી સહિતની માંગણી સાથે વિરોધ પ્રદર્શન કર્યુ.

જિલ્લા મથક ભુજ મધ્યેના એસટી ડેપોમાં એસટી વિભાગના કર્મચારીઓએ હમારી માંગે પુરી કરોના નારા લગાવી સરકાર સામે પોતાની માંગણીઓ પુરી કરવા સૂત્રોચાર દકરી પ્રદર્શન કર્યું હતું. કચ્છમાં તમામ 8 એસટી ડેપો અંતર્ગત કામ કરતા વિભાગના અંદાજિત 2500 જેટલા કર્મચારીઓ રાજ્યવ્યાપી પ્રદર્શનમાં જોડાયા. આ કાર્યક્રમ તા. 21 સુધી ચાલુ રાખવામાં આવશે એવું એસટી વિભાગના સૂત્રોએ જણાવ્યું.