મંગવાણાની નદીમાં ગેરકાયદે રેતીની છરી કરતાં 4 શખ્સો ઝડપાયા

image-158
copy image

નખત્રાણા તાલુકાના મંગવાણા ગામની નદીમાં ગેરકાયદેસર રીતે રોયલ્ટી કે પાસ પરમીટ વિના રેતી ચોરી કરતા 4 સખ્શોને એલસીબીએ પકડી પાડી 12 લાખના વાહનો કબ્જે કર્યા. એલસીબી પીઆઇ એસ.એન.ચુડાસમાએ જણાવ્યું કે, જીયાપર ગામના રોડ પર આવેલ બસ સ્ટેશનની પાછળના ભાગમાં મંગવાણા નદીના પટમાં ગેરકાયદેસર રીતે રોયલ્ટી કે પાસ પરમીટ વિના રેતીનું ખનન ચાલુ હોવાની બાતમીના આધારે દરોડો પડાયો હતો.

જેમાં નદીના પટમાં જે.સી.બી, ટ્રક તથા ટ્રેક્ટરોથી રોયલ્ટી કે પાસ પરમીટ વિના રેતીનુ ખનન કરી રહેલા 4 સખ્શો મળ્યા હતા. જેઓ પાસે પાસ પરમીટ કે રોયલ્ટી કે લીઝના કાગળોની માંગણી કરતા કોઈ આધાર પુરાવા મળ્યા ન હતા તેમજ પોતે શેઠ અને વાહનમાલીક ગુલામશા મલુકશા સૈયદ રહે.મંજલ વાળાના કહેવાથી રેતી ખનન કરતા હોવાની હકિકત જણાવી.

જેથી જેસીબી નંબર GJ 12 AN 9627 કી.6 લાખ,2 ટ્રેક્ટર ટ્રોલી નંબર જીજે 08 D 2461, કી.દોઢ લાખ,GJ 17 AE 0747, કી.દોઢ લાખ અને ટ્રક રજી. નં. GJ 17 UU 1236, કી.3 લાખ તથા 1 ટન રેતી અને 15,500 ના 4 મોબાઈલ જપ્ત કરવામાં આવ્યા છે. આરોપીઓ અબદુલ ઇસ્માઇલ સાટી (ગઢશીશા),હુસેનશા લતીફશા સૈયદ(મંજલ),મહેન્દ્ર દેવજીભાઇ વાઘેલા (દેશલપર વાંઢાય) અને દિલીપસિંહ બળવંતસિંહ જાડેજા(મંજલ)વાળાની અટક કરી ગુનો નોંધવામાં આવ્યો છે જ્યારે મુખ્ય સૂત્રધાર મંજલનો ગુલામશા મલુકશા સૈયદ હાજર ન મળતા શોધખોળ હાથ ધરાઈ છે.

પશ્ચિમ કચ્છ ખાણ ખનીજ વિભાગ ફરી એકવાર નિંદ્રામાં ,તાજેતરમાં દેઢિયા પાસે પોલીસે બોકસાઇટ ભરેલી 2 ટ્રક પકડી પાડ્યા બાદ ખાણ ખનીજ વિભાગ હજીય તપાસના નામે ગતકડાં ચલાવે છે ત્યારે આ કેસમાં પણ ખાણ ખનીજ વિભાગને રીપોર્ટ જશે પણ આ વિભાગની કાર્યવાહી જ શંકાના દાયરામાં.ખનિજચોરી અટકાવવાનું કામ ખાણ ખનીજનું છે પણ અવારનવાર પોલીસ દરોડા પાડે છે જે પણ હકીકત છે.