થરાદમાં ગાયોની સહાય બાબતે ઉપવાસ પર ઉતરેલા બંને ગૌભક્તોની તબિયત લથડી

image-164
copy image

થરાદ મધ્યે ગૌપોષણ યોજનાનો ત્વરિત અમલ કરવાની માંગણી સાથે અનશન પર બેઠેલા ગૌભક્તની બારમા દિવસે તબિયત લથડતાં છાવણીમાં સારવાર આપવામાં આવી હતી. સરકારે ગૌશાળાઓ-પાંજરાપોળોના ગૌવંશના નિભાવ માટે જાહેર કરેલી 500 કરોડ રૂ.ની ગૌપોષણ યોજના સહાયને છ મહિના વિતવા છતાં સહાયની રકમ ચુકવવામાં ન આવતાં થરાદ મધ્યે બે ગૌભક્તોએ પોષણ યોજના ત્વરિત અમલમાં લેવાય તેની માંગણી સાથે 7 સપ્ટેમ્બરથી ઉપવાસ પર બેઠા હતા. બારમા દિવસે તબિયત લથડતાં છાવણીમાં સારવાર કરવામાં આવી હતી.

જેમાં ગૌભક્તોને રવિવારે બારમો દિવસ થતાં રાણાભાઈ રાજપૂત અને રમેશભાઈ ગામોટને તાવ અને શરીરમાં દુ:ખાવો થતાં તેમને ડોક્ટર દ્વારા છાવણીમાં જ સારવાર અપાઈ હતી. શહેરના હાઇવે પર જાહેર રસ્તે પંડાલ બાંધી ગૌમાતાઓ માટે 12 દિવસથી ઉપવાસ પર ગૌભક્તો બેસી રહ્યા છે.પરંતુ સરકાર દ્વારા કોઈ જાહેરાત કરવામાં ન આવતાં ગૌપ્રેમીઓ સહિત ધર્મ પ્રેમી જનતાની લાગણી દુભાઈ.