કચ્છમાં ઠેર ઠેર જગ્યાએ દેશી દારૂ રેઈડ દરમ્યાન ઝડપાયો.
તા. ૧૭ /૧૦/૨૦૧૮ નો બનાવ.

મુન્દ્રા તાલુકાનાં ભુજપર નદી વિસ્તાર દૂર ગામે રાકેશ ઉર્ફે પંડિત યશોદાનંદ (ઉ.વ. ૨૫) ગે.કા રીતે વગર પાસ પરમીટે પોતાના કબ્જામાં દેશીદારૂ ભરેલ કોથળી નંગ-૧૦ દેશીદારૂ લિટર-૫ નો મુદ્દામાલ રાખી રેડ દરમ્યાન પકડાઈ જઇ ગુન્હો કર્યો હતો જેની નોધ મુન્દ્રા પોલીસ સ્ટેશનમાં કરેલ છે.
તેમજ મુન્દ્રા તાલુકાના ગેલડા ગામમાં આવેલ મહેશ્વવરી વાસ બહાર ખુલ્લા ચોકમાં વડના ઓટા પાસે જુમા વેરશી મહેશ્વવરી (ઉ.વ.૩૨ ) પોતાના કબ્જામાં ગે.કા. વગર પાસ પરમીટે દેશીદારૂ ની કોથળીઓ નંગ-૩૫ દેશીદારૂ લિટર ૦૭ નો પ્રોહી મુદ્દામાલ વેચાણ અર્થ રાખી રેઈડ દરમ્યાન પકડાઈ જઇ ગુન્હો કર્યો છે જેની નોધ મુન્દ્રા પોલીસ સ્ટેશન કરેલ છે.