ભુજમાં લાકડી વડે થયેલ હુમલામાં યુવાનને અસ્થિભંગની ઇજા.

0

ભુજ શહેરમાં વાલ્મીકિનગર વિસ્તારમાં અગાઉના ઝઘડા અન્વયે લાકડીથી થયેલ હુમલામાં જીતેન્દ્ર રણજિતસિંહ ચૌહાણને જમણા હાથના પંજા પર અસ્થિભંગની ઇજા પહોંચી હતી. સોમવારે બનેલા આ બનાવ અંગે હરપાલસિંહ જાડેજા, પંકજ સુભાષ છપરી અને તેમની સાથેના એક અજ્ઞાત શખ્સ વિરુદ્ધ પોલીસ ફરિયાદ નોંધવાઇ હતી. બે દિવસ પહેલા પંકજના ભાઈ સાથે થયેલા ઝઘડાની અદાવતમાં આ હુમલો કરાયાની ફરિયાદ નોંધાવાઇ છે. બી ડિવિઝન પોલીસે કેસની આગળની તપાસ હાથ ધરી છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *