ભુજમાં કોઈ અજાણ્યા શખ્સે સાત દુકાનોમાં લાખો મુદામાલ ચોરાયો એક શખ્સ ઝડપાયો

ભુજની શરાફ બજારમાં કોઈ અજાણ્યા શખ્સોએ એકસાથે સાત દુકાનોમાં ત્રાટકીને લાખોની માલમતાનો   સફાયો કરી નાખ્યો હતો, ત્યારે સામૂહિક તસ્કરીના બનાવ બાદ આજે પોલીસે વધુ તપાસ કરી  આરોપી શખ્સની ધડપકડ કરી હતી. તેમજ આરોપી  દ્રારા ચોરી કરાયેલ મુદામાલ કબજે કરવાની કાર્યવાહી  હાથ ધરી  હતી. ભુજ એ ડિવિઝન પોલીસ સૂત્રોમાંથી મળતી માહિતી અનુસાર શહેરની શરાફ બજારમાં તસ્કરોએ જુદીજુદી સાતેક દુકાનોમાં ત્રાટકીને કાયદાના રક્ષકોને પડકાર ફેકયો હતો. જેમાં આ શખ્સોએ દુકાનોના તાળાં તોડી અંદર રાખેલ રોકડ રકમ વગેરે મળી રૂ. 97 હજારની માલમતાની ચોરી કરી પલાયન થઈ ગયા હતા.ત્યારબાદ આરોપી સામે ગુનો નોંધી સીસીટીવી કેમેરાની મદદથી તપાસનો દોર આગળ વધારવામાં આવ્યો હતો. ચોરીમાં સંડોવાયેલો મુસ્તફા મોસિન ખાટકી(રહે. સુરલભીટ્ટ રોડ, તહાનાગર ભુજ) ની ધરપકડ કરી ચોરીનો ભેદ ઉકેલી નાખવામાં આવ્યો હતો. તેમજ મુસ્તફાની પૂછપરછ કરતાં તેની સાથે અન્ય એક શખ્સ હોવાનું બહાર આવ્યું હતું. પરિણામે એ ડિવિઝન પોલીસે આરોપી પાસેથી ચીરીમાં ગયેલ મુદામાલ કબજે કરી આગળની કાર્યવાહી હાથ ધરી હતી.

 

 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *