સુરત: ગોડાદરામાં બાળકીની હત્યાનો આરોપી હજુ પણ પોલીસ ની પકડ થી દૂર, પોલીસે ચક્રો કરો ગતિમાન .

સુરત શહેરના ગોડાદરામા બાળકીની હત્યા બાબતે શખ્સ હજી પણ પોલીસ ની પકડથી થી દૂર છે. જો કે પોલીસે શખ્સને જલ્દીથી પકડવાનું આશ્વાસન આપતા પરિવારજનોએ બાળકીનો મૃત શરીર સ્વીકાર કર્યો હતો. બપોર પછી પરિવારે મૃત શરીર સ્વીકારતા મૃતશરીરને ઘરે લાવવામાં આવ્યો હતો. મૃતશરીરને ઘરે લઈ આવતા મોટી સંખ્યામાં લોકો બાળકીના ઘરે ભેગા થઈ ગયા હતા. જેથી બાળકીના ઘરની આસપાસ પોલીસ બંદોબસ્ત ગોઠવાયો હતો. અને સમગ્ર વિસ્તાર પોલીસ છાવણીમાં ફેરવાયો હતો. મહત્વનુ છે કે શહેરના લિંબાયત-ગોડાદરા વિસ્તારની સાડા ત્રણ વર્ષની બાળકી સાથે દુષ્કર્મ અને ત્યાર બાદ હત્યા કરીને નાશી ગયેલ આરોપી બિહારી અનિલ યાદવ હજુ પણ પોલીસની પકડ થી દૂર છે. ત્યારે ભેદી સંજોગોમાં આ નાશી ગયેલ આરોપીને શોધવા માટે સુરત શહેર પોલીસની એક ટિમ બિહાર પહોચી હોવાનું પણ જાણવા મળ્યું છે. ત્યારે બે દિવસમાં આરોપીને જો નહીં પકડાય તો રેલી યોજવાની પણ પરિવારજનો દ્વારા ચીમની આપવામાં આવી છે. જેને લઈને પોલીસે પોકસો અને કલમ 376 (A)(B) ઉમેરીને આ બાબતે વધુ તપાસ હાથ છે. આરોપીની અટક કરવા માટે ગુજરાત બહાર બિહારમાં પણ એક ટિમ મોકલવામાં આવી છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *