લખપત તાલુકાના માતાનામઢથી દોલતપર આપતા રોડ ઉપર બેકાર વચ્ચે ગમખ્વાર અકસ્માત સર્જાયો.
તા. 16.10.2018
ગઇકાલે લખપત તાલુકાના માતાનામઢથી દોલતપર આવતા રોડ પર પૂરઝડપે અને બેદરકાર રીતે આવતી બુલેરો કાર જીજે-12-એ.ઇ-0591 એ સ્વિફટ કાર જેના કાર નંબર જીજે-12-એ.આર-0371ને ટક્કર મારતા અકસ્માત સર્જાયો હતો. સ્વિફ્ટ કારમાં બેઠેલા મોહિતભાઈ ઠક્કરના માતા હેમલતાબેનને મોઢાના ભાગે સામાન્ય ઇજા પહોચી હતી. બુલેરો ચલાવનાર આરોપી કાર મૂકી નાસી ગયેલ હતો. જે અંગે આરોપી વિરુદ્ધ દયાપર પોલીસ સ્ટેશને ફરિયાદ નોંધાવાયેલ. પોલીસે વધુ તપાસ હાથ ધરેલ.