નખત્રાણામાં પાર્ક કરેલી કારમાંથી ચોર ચારેય ટાયર ઉઠાવી ગયા, સિમેન્ટ બ્લોકના સહારે કારને છોડીને થયા પલાયન

copy image
  • નખત્રાણામાં ગઈકાલે ઓસીપી માર્કેટ પાસે પાર્ક કરેલી કારના ચાર ટાયર ડિસ્ક સાથે નીકાળી ચોર ચોરી ગયા હતા. કિંમતી કારના બહુમૂલ્ય ટાયરોની ચોરી થતા વાહનધારકે પોલીસમાં ફરિયાદ દાખલ કરવાની તજવીજ શરૂ કરી છે.

છેલ્લા થોડા સમયથી ધોરીમાર્ગ પરના નખત્રાણામાં પાર્ક કરેલા વાહનોમાં નાની-મોટી સામગ્રીની ચોરી થતી હોવાના બનાવો બની રહ્યા ચ્હે. સ્થાનિકોના જણાવ્યાં પ્રમાણે ચોરીના ઘટનાઓને ધ્યાને લઇ લોકોએ પોતાના વાહનો સલામત સ્થળે પાર્ક કરવા જોઈએ. તો આ પ્રકારના તસ્કરીના બનાવો પર રોક આવી શકે.
​​​​​​​નખત્રાણા નગરના ઓસીપી માર્કેટ મધ્યે હાજપીર નજીક આવેલી ખાનગી કંપનીના કર્મચારીએ પોતાની ક્રેટા કાર પાર્ક કરી હતી. સવારે કાર લેવા પાછા આવતા કારમાં લાગેલા ચારેય ટાયરની ચોરી થઈ ગયાનું જોવા મળ્યું. ઘટના અંગે પોલીસમાં ફરિયાદ માટે પ્રયત્નો કરાયા હોવાનું જાણવા મળ્યું હતું. જોકે, પોલીસ દફતરે હજુ સુધી આ અંગેની કોઈ નોંધ નથી થઈ શકી.