નવસારીના નેશનલ હાઈવે નંબર 48 પર એલસીબીએ 1 લાખથી વધુ દારૂના મુદ્દામાલ સાથે એકને પકડ્યો


રણોદ્રા ગામ પાસે જ્યાંથી નેશનલ હાઇવે નંબર 48 પસાર થાય છે ત્યાંથી મહિન્દ્રા બોલેરો પીકઅપમાં દારૂની હેરફેર થવાની બાતમી LCBને મળી હતી. આ બાતમીના આધારે બાતમી વાળી બોલેરો પીકઅપને રોકીને તપાસ કરતા તેમાંથી 33 પુઠાના બોક્સમાં ભારતીય બનાવટની વિદેશી દારૂની વ્હિસકીની નાની મોટી બોટલ તથા ટીન બિયર મળી કુલ 1272 નંગ જેની બજાર કિંમત 1,08,000 સાથે વાહન ચાલક આરોપી રાહુલ રતનલાલ ખટીક જે મૂળ સુરતનો છે તેની અટક કરવામાં આવી છે સાથે જ દારૂનો જથ્થો મંગાવનાર અને ભરાવી આપનાર બે આરોપીને વોન્ટેડ જાહેર કરાયા છે.
આગામી સમયમાં નવરાત્રી, દશેરા અને દિવાળીનો તહેવાર આવી રહ્યા છે ત્યારે દક્ષિણ ગુજરાતમાં દારૂની ડિમાન્ડ સામે પર્યાપ્ત સપ્લાય પૂરી પાડવા હેરાફેરી વધી છે. ત્યારે મુંબઈથી સુરતના રોડ પર મોટા પાયે દારૂની હેરાફેરી અટકાવવા પોલીસ કટિબંધ બની. આ સમગ્ર રેડ દરમિયાન LCB એ 5,13,800 નો મુદ્દા માલ જપ્ત કર્યો છે અને આ સમગ્ર કેસની તપાસ ગ્રામ્ય પોલીસને સોંપાઇ છે.