માતાનામઢ- દોલતપર વચ્ચે જીપકાર અને કારનું અકસ્માત થતાં ઘડૂલીના મહિલા ઝખમી.

ભુજ,તા. ૧૮ :લખપત તાલુકાના માતાનામઢ અને દોલતપર વચ્ચેના ધોરીમાર્ગ ઉપર બોલેરો જીપકાર અને મારુતિ સ્વીફટ કાર વચ્ચે થયેલા અકસ્માતમાં ધડૂલી ગામના હેમલતાબેન અશોકભાઈ ઠક્કરને મોઢા ઉપર ઇજાઓ થઈ હતી. પોલીસે આપેલી વિગતો મુજબ મંગળવારે રાત્રે અકસ્માતનો આ બનાવ બન્યો હતો. ઇજાગ્રસ્ત મહિલાના પુત્ર મોહિતભાઈએ બોલેરોના ચાલક સામે ફરિયાદ નોધાવી હતી. દયાપર પોલીસે ગુનો નોધી તપાસ હાથ ધરી છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *