મુન્દ્રાના નાના કપાયા ગામે જુગાર રમતા 6 ખેલીઓ 16 હજારની રોકડ સાથે ઝડપાયા
મુન્દ્રા તાલુકાના નાના કપાયા ગામે રોડ લાઇટના અજવાળે જાહેરમાં જુગારનો ખેલ રમતા 6 શખ્સોને મુન્દ્રા પોલીસે પેટ્રોલીંગ દરમિયાન રંગે હાથ પકડી પાડ્યા અને તમામ વિરુધ્ધ જુગારધારાની કલમ મુજબ ગુનો નોંધી અને આગળની તપાસ હાથ ધરી હતી. પોલીસે જુગાર રમતાં 6 શખ્સોને પકડી પાડ્યા હતા. ઝડપાયેલ જુગારીઓ પાસેથી પોલીસને રૂ.16,300ની રોકડ રકમ જપ્ત કરી હતી. ઉલ્લેખનીય છે કે, શ્રાવણ માહિનામાં મોટાપાયે વકરતું જુગારનું દુષણ હવે બારેમાસ થઈ ગયું છે.