રોહામાં સૂઝલોનના સ્ટોરમાથી ૧.૨૧ લાખના કેબલ ચોરનાર ચોરને L.C.Bએ અટક કરી.

નખત્રાણાના રોહા ગામે સૂઝલોન કંપનીના ખુલ્લા સ્ટોરમાથી પવનચક્કીના ૧.૨૧ લાખની કિંમતના કેબલની લૂટ કરનારા ચાર શખ્સોની પશ્ચિમ કચ્છ એલસીબીએ ભુજના શેખપીર ત્રણ રસ્તા પાસેથી અટક કરી છે. બાતમી આધારે એલસીબીએ હુશેનશા રહીમશા મકવાણી (ઉ.વ. 32 રહે, નવા કનૈયાબે, ભુજ, જૂસબશા ઇબ્રાહિમશા સવાણી (ઉ.વ. ૩૫ રહે. જૂના કનૈયાબે, ભુજ, હુશેનશા ઇબ્રાહિમ મકવાણી (ઉ.વ. ૩૫ રહે. મોખાણા, ભુજ અને રમેશભાઈ રવાભાઇ ગાગલ (ઉ.વ. ૨૩, મોડસર,ભુજ )અટક કરી છે. ઉલ્લેખનીય છે કે,અગાઉ માનકૂવા પોલીસે ગુનાના કામે વપરાયેલી મારુતિ ફ્રન્ટી કાર અને ચોરાયેલા તમામ કેબલ રેઢી હાલતમાં જપ્ત કર્યો હતો. તેની ઝીણવટભરી તપાસમાં ચારેય શખ્સોના નામ ખૂલ્યા હતા. એલસીબીના ઇન્ચાર્જ પીઆઈ એમ.બી ઔસુરાએ જણાવ્યુ હતું કે, હુશેનશા રહીમશા મકવાણી અને જૂસબશા ઇબ્રાહિમશા સવાણી બને અગાઉ અંજારની કેબલ ચોરીમાં પોલીસ ચોપડે ચઢી ચૂકેલા છે. અન્ય બે શખ્સો નવાસવા છે. તમામ શખ્સોને નખત્રાણા પોલીસ હવાલે કરવા તપાસ હાથ ધરાઇ છે.