માંડવી-નલિયા હાઇવે પર આવેલ નાની વરંડી ગામના બસ સ્ટેશન નજીક રસ્તો ઓળંગતી બાળકીને અડફેટે લઈ કારચાલક ફરાર

માંડવી-નલિયા હાઇવે પર આવેલ નાની વરંડી ગામના બસ સ્ટેશન નજીક સર્જાયેલ માર્ગ પર અકસ્માતની ઘટનામાં રસ્તો ઓળંગતી માસુમ બાળકીને અડફેટે લઈ કારચાલક ફરાર થઈ જતાં અજાણ્યા કારચાલક સામે કોઠારા પોલીસ મથકે ફરિયાદ નોંધાતા ફરાર કારચાલકને પકડી પાડવા પોલીસે તપાસના દોરને આગળ વધારી છે. કોઠારા પોલીસ મથકે રેલડિયા મંજલના હમીર પચાણ મહેશ્વરીએ નોંધાવેલ ફરિયાદ અનુસાર અકસ્માતની આ ઘટના સાંજના સમયે ઘટી હતી. ફરિયાદીની 7 વર્ષિય ભાણેજી હેતલ રસ્તો ઓળંગી રહી હતી ત્યારે પુરપાટ વેગે આવતી કારે તેને અડફેટે લઈ માથાના ભાગે ગંભીર ઇજા પહોચાડી હતી. અકસ્માત સર્જી ચાલક ફરાર થઈ ગયેલ હતો. આ ઘટનામાં માસુમ બાળકીને માથાના ભાગે ગંભીર ઇજા પહોંચી હોવાથી હાલમાં તેને ભુજની હોસ્પિટલમાં સારવાર અપાઈ રહી છે. કોઠારા પોલીસે ફરાર કારચાલકને ઝડપી પાડવાની કાર્યવાહી હાથ ધરી છે.

 

 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *