મમુઆરામાં ગે.કા. ઉત્ખનનથી હજારો ટન ઓવરની ખનીજ ચોરીની જાત નિરીક્ષણ કરી અનુ.જાતિના અગ્રણી ધર્મેન્દ્ર ગોહિલ પર્દાફાશ કર્યો.
ભુજ તાલુકાનાં આહીરપટ્ટી વિસ્તારના મમુઆરા ગામે અનુસુચિતજાતિના સભ્યોની જમીનોમાં ગેરકાયદેસર રીતે ઉત્ખનન કરીને ૫૦ થી60 હજાર ટન ઓવર ચાઈનાકલેય જથ્થો ગેરકાયદેસર કાઢવામાં આવ્યો હોવાની ઉચ્ચ સ્તરે ફરિયાદ બાદ તંત્ર હરકતમાં આવેલ ખાણખનીજ અને પોલીસ ખાતાએ સ્થાનિકે ધસી જઈને કાયદાકીય કાર્યવાહી હાથ ધરવામાં આવેલ છે. આ મુદે જિલ્લા કલેક્ટર સમક્ષ થયેલી રજૂઆત-ફરિયાદ બાદ જાત તપાસ માટે મમુઆરા ગામે પહોચેલી ખાણખનીજ અને પોલીસદળની ટુકડીએ ઘટના સ્થળનું નિરીક્ષણ કરીને પંચનામાં અને રોજકામ સહિતની કાયદાકીય કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી. ખાણ ખનીજ ખાતાએ આ બાબતે ફોજદારી ફરિયાદ નોધાવવા માટેના ચક્રો પણ ગતિમાન થયા છે. મમુઆરામાં આવેલી અનુસુચિતજાતિના સભ્યોની જમીન ઉપર ગેરકાયદેસર કબ્જો કરીને લૂખ્ખા તત્વોએ મંજૂરી અને પરવાના વગર ઉત્ખનન કરીને ૫૦ થી ૬૦ હજાર ટન ઓવરની ચાઈનાક્લેય ખનિજનો જથ્થો ધરતીના પેટાળમાથી કાઢ્યો હોવાની ફરિયાદ જિલ્લા કલેક્ટરને રૂબરૂ મળીને કેન્દ્રીય અનુસુચિતજાતિ આયોગની પેટા સમિતિના સદસ્ય કચ્છના અનુસુચિતજાતિના અગ્રણી ધર્મેન્દ્ર આર. ગોહિલે કરી હતી. આ અનુસંધાને સમાહર્તાની સૂચનાથી આ સમગ્ર ઓપરેશન હાથ ધરાયું હતું. આ ઘટના સ્થળે બંને તંત્રોની સાથે રહેલા શ્રી ધર્મેન્દ્ર આર.ગોહિલે ખનીજની ચોરી અને ખેતરોમાં નુકસાન સહિતના મુદ્દે પરત્વે એટ્રોસીટી ધારા સહિતની કલમો તળે ફોજદારી નોંધવાની માંગણી કરી હતી. તેમણે જણાવ્યુ હતું કે મમુઆરા વિસ્તારમાં જેટલી લીઝ છે તેની તપાસ કરવામાં આવે અને આવા ગેરકાયદેસર માલ કઈ કઈ ફેકટરીમાં જાય છે. તેના સહિતની બાબતોની તજવીજ થવી જરૂરી છે. તેમણે બેધડક કરાયેલા આ કામને લઈને જવાબદાર તંત્રોની આ પ્રવૃતિને ઓથ હોવાનો પણ આક્ષેપ મૂક્યો હતો. આ સમયે મંડળીના પ્રમુખ પુંજાભાઈ કાગી તથા અન્યો સાથે રહ્યા હતા.