મુન્દ્રા તાલુકાના વડાલા- ભદ્રેશ્વરને જોડતા માર્ગ પર બાઇક સ્લીપ થતાં ચાલકને ગંભીર ઇજા.
મુન્દ્રા તાલુકાના વડાલાથી ભદ્રેશ્વર જતા માર્ગ પર સર્જાયેલી અકસ્માતની ઘટનામાં બાઈકચાલક યુવાનને ગંભીર ઇજા પહોચતાં તેને સારવાર માટે હોસ્પિટલમાં ખસેડાયો છે જ્યાં તેની હાલત સુધારા પર હોવાનું પોલીસ સૂત્રોમાંથી જાણવા મળેલ છે. શિણાય ગામના 32 વર્ષીય જયેશ વેલજી હડિયા પોતાની મોટર સાઇકલ લઈ પોતાના ઘર તરફ જઇ રહા ત્યારે સવારે 11 વાગ્યાના અરસામાં આ બનાવ બન્યો હતો. વડાલા ભદ્રેશ્વર માર્ગ પર અચાનક બાઇક સ્લીપ થતાં ચાલક જયેશ હડિયાને ઇજા પહોચેલ હતી. બનાવ અંગે મુન્દ્રા મરીન પોલીસે જાણવા જોગ નોંધી વધુ તપાસ હાથ ધરી છે.