ભુજમાં દશેરાના પર્વે કોંગ્રેસ મોંઘવારીના કર્યો રાવણ દહન.

દશેરાના પર્વે કચ્છ જિલ્લા કોંગ્રેસના કાર્યકરોએ ભુજમાં જ્યુબેલી સર્કલ નજીક મોઘવારીના રાવણનું  દહન કર્યું છે. દેશ અને રાજયમાં ભાજપના શાસન દરમ્યાન વિવિધ ચીજવસ્તુઓમા વધેલી મોંઘવારી, પ્રાંતવાદ ,ખેડૂત આત્મહત્યા, બેરોજગારી, શિક્ષણના વેપારીકરણ, ગુનાખોરી,વીજળી -પાણીની અછત, મહિલાઓના શોષણ વગેરે જેવા વિવિધ મુદ્દાને સાંકળી કોંગ્રેસે દશાનનનું દહન કર્યું હતું. પ્રદેશ કોંગ્રેસ દ્વારા આપાયેલા આદેશને અનુલક્ષીને આયોજિત આ કાર્યકરો -હોદ્દેદારો જોડાયા હતા.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *