માંડવીના દરિયામાં સ્પીડ બોટ ઊંધી વળતા એક જ પરિવારના 6 લોકો ડૂબ્યા, તરવૈયાઓ દ્વારા તમામને બચાવી લેવાયા

માંડવી બીચ મધ્યે બપોરે સમુન્દ્રમાં સહેલાણીઓ સાથેની સ્પીડ બોટ અકસ્માતે ઊંધી વળી હતી. જેથી એક જ પરિવારના છ સભ્યો દરિયાના પાણીમાં પડયા હતા. દુર્ઘટનાના પગલે કિનારે ઉભેલા લોકોમાં ભય સાથે અફરાતફરીનો માહોલ છવાયો હતો. જોકે, ઉપસ્થિત સ્થાનિક તરવૈયાઓએ તુરંત ઘટના સ્થળે પહોંચી અન્ય બોટ વડે તમામ લોકોને ઉપર ખેંચી ડૂબતા બચાવી લેવાયા હતા.
કચ્છમાં ફરવા આવેલો વાંકાનેરનો પરિવા માંડવીમાં દરિયામાં દુર્ઘટનાનો શિકાર બન્યો હતો. સદભાગ્યે જાનહાની થઈ ન હતી. પરંતુ એક યુવતીની હાલત નાજુક થતા સારવાર માટે ખાનગી હોસ્પિટલમાં ખસેડાઈ હોવાનું પ્રાથમિક ધોરણે જાણવા મળ્યું હતું.
વાંકાનેરથી આવેલો એક પરિવાર માંડવીના દરિયામાં બોટિંગની મજા માણતો હતો તે દરમ્યાન અકસ્માતે બોટ ઊંધી વળી જતા બોટમાં સવાર છ લોકો પાણીમાં પડી ગયા અને બચાવો બચાવોની બુમો પાડતા કિનારે હાજર સેંકડો લોકોમાં પણ ભય ફેલાયો હતો. ઘટનાના પગલે સ્થાનિક તરવૈયાઓ અન્ય બોટ
વડે દડુબતા લોકો સુધી પહોંચી ગયા હતા. એક પછી એક તમામ લોકોને બોટ પર લાવી બચાવી લેવાયા હતા. પાણીમાં પડેલા છ સભ્યો પૈકી એક મહિલાને ઇજા થતાં હોસ્પિટલમાં દાખલ કરવામાં આવી છે. સદભાગ્યે આ બનાવમાં જાનહાની ટળી હતી.