CCTVમાંથી સ્ટેબીલાઇઝરની ચોરીના કેસમાં 2 સખ્શ ઝડપાયા

ભુજમાં આલ્ફ્રેડ હાઇસ્કુલ પાસે નેત્રમ સીસીટીવી કેમેરાના જંકશન બોર્ડમાંથી સ્ટેબીલાઇઝર ચોરી જવાના કેસમાં એલસીબીએ ભુતેશ્વર વિસ્તારના ચોરને અને ચોરીનો માલ રાખનાર ભંગારના વેપારીને પકડી પાડીને ગુનાનો ભેદ શોધી કાઢ્યો છે.

ભુતેશ્વર વિસ્તારમાં સીતારા ચોકમાં રહેતો ખેતશી શામજી મારવાડા (ઉ.વ.22) નામનો ઈસમ આલ્ફ્રેડ હાઇસ્કુલ પાસે લગાડેલા સી.સી.ટી.વી. કેમેરાના જંકસન બોક્સનું લોક તોડી તેમાંથી એક સ્ટેબીલાઇઝરની તસ્કરી કરી હોવાની બાતમી એલસીબીને મળતાં આરોપીને પકડી પાડ્યો હતો.

પોલીસની પુછપરછમાં તેણે ચોરેલું સ્ટેબીલાઇઝર નવી રાવલવાડી સહયોગનગરમાં રહેતા મનોજ હિરાલાલ ઠકકર (ઉ.વ.34)ને ભંગારમાં વેચ્યું હોવાનું પોલીસ સમક્ષ કબુલતાં કરતાં પોલીસે બંને આરોપીઓની મુદામાલ સહિત ધરપકડ કરીને આગળની વધુ તપાસ માટે ભુજ એ ડીવીઝન પોલીસ સ્ટેશન મધ્યે સોંપવામાં આવ્યા હતા. એલસીબી પીઆઇ ચુડાસમાના માર્ગ દર્શન હેઠળ સ્ટાફે કામગીરી કરી હતી.