ભુજમાં પરિણીતાની જાહેરમાં છેડતી કરતા ઈસમ વિરુદ્ધ ફરિયાદ


ભુજમાં ભારતનગરમાં રહેતો ઈસમ છેલ્લા એક વર્ષથી પરિણીતાની જાહેર માર્ગ અને ઘર પાસે આવીને ગંદા ઇશારાઓ કરી છેડતી કરતાં આરોપી સામે એ ડિવિઝન પોલીસ મથકમાં ફરિયાદ દાખલ કરાવાઈ હતી. પ્રાપ્ત વિગતો અનુસાર તેમજ 27 વર્ષીય ભોગબનાર પરિણીતાની ફરિયાદને ધ્યાને પોલીસે જણાવ્યું હતું કે, ઘટના છેલ્લા એક વર્ષથી ગત 19 સપ્ટેમ્બરની સવાર દરમિયાન બની હતી. ભારતનગરમાં રહેતો સમા ફારૂક ગુલામહુશેન નામનો ઈસમ ફરિયાદીના ઘર પાસે પોતાના વાહનથી ઉભો રહીને ફરિયાદી જ્યારે એકલી હોય ત્યારે ગંદા ઇશારાઓ કરતો હતો.
ઉપરાંત બજારમાં ચીજ વસ્તુ લેવા ફરિયાદી મહિલા જતી ત્યારે તેનો પીછો કરીને જાહેરમાં બિભત્સ ચેનચાડા કરીને ફરિયાદી મહિલાને હેરાન કરતો હોવાથી આ અંગે ફરિયાદી મહિલાએ તેના પતિને વાત કરતા આરોપી સામે એ ડિવિઝન પોલીસ મથકમાં છેડતીની ફરિયાદ દાખલ કરાવી હતી. પોલીસે આરોપી સામે ગુનો દાખલ કરી ઝડપી લેવા આગળની તપાસ હાથ ધરી છે.