ભુજની મુક્તજીવન સ્વામિબાપા મહિલા કોલેજની તરૂણી છાત્રાનું ઝાડા – ઊલ્ટી થી મોત થયા બાદ સર્જાયો વિવાદ
![]()
ભુજની મુક્તજીવન સ્વામીબાપા મહિલા આર્ટ્સ એન્ડ કોમર્સ કોલેજમાં અભ્યાસ કરતી 18 વર્ષની છાત્રા ભાગ્યલક્ષ્મી નું ઝાડા – ઊલ્ટી થી મૃત્યુ થયા બાદ વિવાદ સર્જાયો હતો. જાણવા મળતી વિગતો અનુસાર સોસિયલ મીડિયામાં આ તરૂણીના પિતાનો વિડીયો વાઇરલ થયેલો જેમાં પિતા જયંતીભાઈ દ્વારા જણાવાયું હતું કે હોસ્ટેલની વોર્ડનની જાતિવાદી માનસિકતાના કારણે તેમની પુત્રીનું મૃત્ય થયેલ હતું કારણે કે આ છાત્રા અનુસુચિત જનજાતિ માથી આવે છે અને કોલેજમાં તેનું એડમિશન એ ઘણી મુશ્કેલીઓ થી થયેલું હતું તેવું છાત્રાના પિતા દ્વારા વિડિયોમાં જણાવામાં આવેલ હતું. આ સમગ્ર બનાવની તપાસ એસ.કે.વાળા ને સોપાઈ છે.