ક્રિકેટર રવિન્દ્ર જાડેજાના પત્નિ કરણી સેનાના ગુજરાત પ્રદેશ મહિલા વિંગના અધ્યક્ષ બન્યા.
ગઇકાલે દશેરાના તહેવાર નિમિતે રાજકોટ ક્ષત્રિય સમાજ દ્રારા મહિલા ગરબાનું આયોજન કરવામાં આવેલ હતું. આ પ્રસંગે રાજપૂત કરણી સેનાના રાષ્ટ્રીય અધ્યક્ષ મહિપાલસિંહ મકરાણા પણ હાજર રહા હતા. કરણી સેના દ્રારા હાજર રહેલ ક્રિકેટર રવિન્દ્ર જાડેજાના પત્નિ રીવાબા જાડેજાને રાજપૂત કરણી સેનાના ગુજરાત પ્રદેશ મહિલા વિંગના અધ્યક્ષ જાહેર કરવામાં આવેલ હતા. રીવાબા મિકેનિકલ એન્જિનિયર છે. લગ્ન પહેલા રિવાબા ક્રિકેટ જોતાં ન હતા. ત્યાર પછી લગ્ન બાદ તેમણે ક્રિકેટ ગમવા લાગી છે. ગુજરાતી સહિત અંગ્રેજી પર તેનું સારું એવું પ્રભુત્વ છે. રિવાબા અને રવિન્દ્ર જાડેજાને સંતાનમાં એક પુત્રી છે. જેનું નામ નિધ્યાનાબા રાખેલ છે. રીવાબાનો સ્વભાવ એકદમ સીધો છે. તે ખૂબ ઓછું બોલવાનું પસંદ કરે છે. નખશીખ રાજપૂત કન્યા સાદાઈની મૂર્તિ છે.