કંપનીમાં જતાં રોકતા સિક્યુરિટી સાથે ત્રણ શખ્સોએ ઝપાઝપી કરી મારી નાખવાની ધમકી આપી


ખેડાના નાયકા કંપનીમાં સિક્યુરિટી સુપરવાઇઝરને જાતિવિષયક અપશબ્દ બોલી અપમાનિત કર્યા હોવાનો બનાવ સામે આવ્યો છે. કંપનીમાં જતાં રોકતા ત્રણ સખ્શોએ ઝપાઝપી કરી જાનથી મારી નાખવાની ધમકી આપી હતી.
ખેડાના ચિત્રાસરમાં રહેતા ગૌતમ શ્રીમાળી નાયકા પાસે આવેલ અમીતારા હાઇટેક લીમીટેડ (જિંદાલ) કંપનીના સિક્યુરિટી સુપરવાઇઝર તરીકે ફરજ બજાવે છે. લવાલ ગામના મહિપતસિંહ આશરે 200થી 250 માણસોનું ટોળું લઇ કંપનીના ગેટ પર આવી કંપનીમાં પ્રવેશ કરવાની કોશિશ કરી જેથી ગૌતમે કંપનીમાં જવા માટે કોઇની પરવાનગી લીધી છે કે કેમ? તેમ પૂછતા ના કહી હતી. અને કહેલ કે તમારે શુ કામ છે તુ કંપનીનો માલિક છે જેથી ગૌતમે કહેલ કે હુ માલિક નથી પરંતુ કંપની સિક્યુરિટી સુપરવાઇઝર છું.
તે વેળાએ કંપની સામે આવેલ કરીયાણાની દુકાનવાળા ભીખાભાઈ આવ્યા હતા જેથી મહીપતસિંહે પૂછેલ કે અમને કંપનીમાં જતા અટકાવે છે છે. તે વેળાએ ભીખાભાઇએ કહેલ કે આ તો ચિત્રાસર ગામનો કહી જાતિવિષયક અપશબ્દ બોલ્યા હતા. જેથી મહીપતસિંહે ભીખાભાઇને કહેલ કે તેને પણ જોઈ લઇશુ. તેમજ ટોળામાંથી ઉપેન્દ્ર ચૌહાણ આવી કહેલ કે ગૌતમ તારે ઘરે જવાનુ છે કે નહી તેમ કહી ઝપાઝપી કરી જાનથી મારી નાખવાની ધમકી આપી હતી. ગૌતમ શ્રીમાળીની ફરિયાદ આધારે ખેડા પોલીસે મહિપતસિંહ, ભીખાભાઈ અને ઉપેન્દ્ર સામે ફરિયાદ દાખલ કરી છે.