મહેમદાવાદના સુંઢાવણસોલ પાસેના એક્સપ્રેસ હાઈવે પર ટ્રેલરે ક્રેનના મીકેનીકને ટક્કરે લેતા મોત


ખેડા જિલ્લાના મહેમદાવાદ પંથકમાંથી પસાર થતા અમદાવાદ-વડોદરાના એક્સપ્રેસ હાઇવે પર મોડી રાતે પુર ઝડપે આવતા ટ્રેલરે ક્રેનના મીકેનીકને કચડ્યો. નખત્રાણાથી વડોદરા રીપેરીંગમા જતી ક્રેનનુ ટાયર ચેક કરતી વખતે મીકેનીકને ટ્રેલરે ટક્કર મારતાં ટૂકી સારવાર દરમિયાન આ મેકેનીકનુ મૃત્યુ થયું છે. સમગ્ર ઘટના સંદર્ભે મહેમદાવાદ પોલીસે ફરિયાદના આધારે ફેટલ અકસ્માતનો ગુનો દાખલ કર્યો છે.
મહેમદાવાદના સુંઢાવણસોલ પાસેના અમદાવાદ-વડોદરાના એક્સપ્રેસ હાઇવે પર ગત મધરાત બાદ અકસ્માત થયો છે. જેમાં અહીયાથી પસાર થઈ રહેલ ક્રેન નંબર (GJ 01 FQ 4497)ના ચાલક અજયકુમાર રામદુલાર નાવીકે આ ક્રેનને શંકા જતાં રોક્યું હતું. અને આ ક્રેનના મીકેનીક મીન્ટુ વિશ્વકર્મા મુખરા ક્રેનના ટાયર ચેક કરી રહ્યા હતા દરમિયાન અમદાવાદ તરફથી પુર ઝડપે આવતી ટ્રેલર નંબર (GJ 12 BY 7387)ના ચાલકે ટાયર ચેક કરી રહેલા મીન્ટુ વિશ્વકર્મા મુખરાને ટક્કરે લીધો હતો.
મીન્ટુ વિશ્વકર્મા મુખરાને ગંભીર ઈજાઓ પહોચતા ઘવાયા હતા. આ બાદ તેઓને સારવાર માટે નડિયાદની સિવિલ હોસ્પિટલમાં લઇ જવાયા હતા. જ્યાં ટૂંકી સારવાર દરમિયાન મીન્ટુ વિશ્વકર્મા મુખરાનુ મોત થયું છે. આ ઘટના સંદર્ભે મહેમદાવાદ પોલીસે અજય નિશાદ નંદલાલ નિશાદની ફરિયાદના આધારે ગુનો દાખલ કરી વધુ તપાસ હાથ ધરી છે.