સહેલીના ઘરે સુવા ગયેલી તરુણી સાથે પેથાપુરના યુવકે દુષ્કર્મ આચર્યું

ઝાલોદ તાલુકાના એક ગામમાં સહેલીને પોતાના ઘરે સુવા માટે બોલાવી હતી. પેથાપુર ગામના યુવકને મદદગારી કરતાં તેણે ઘરે સુવા માટે આવેલી તરૂણી સાથે દુષ્કર્મ આચર્યું હતું. આ સાથે તરૂણીને આ અંગે કોઇને જાણ કરીશ જાનથી મારી નાખીશુ તેવી ધમકી આપી હતી.
ઝાલોદ તાલુકાની નયનાબેન ચીમનભાઇ મુનિયાએ તા.7 મેના રોજ રાત્રે ગામની એક 14 વર્ષ 5 મહિનાની તરૂણીને તેના ઘરે સુવા માટે બોલાવી ત્યારે રાત્રે પેથાપુરનો મિલેશભાઇ સંગાડા પણ નયનાબેન મુનિયાના ઘરે આવ્યો હતો. તે દરમિયાન નયનાની મદદથી મિલેશે સુવા માટે આવેલી તરૂણીની મરજી વિરૂદ્ધ બળજબરી પૂર્વક અવાર નવાર દુષ્કર્મ આચરતો હતો.
ઉપરાંત નયનાબેન ચીમનભાઇ મુનિયાએ તરૂણીને આ અંગે કોઇને પણ જાણ કરીશ તો જાનથી મારી નાખીશુ તેવી ધકીઓ આપી હતી. આ મામલે તરૂણીના પિતાએ સાડા ત્રણ મહિના પછી મિલેશ હુરમલ સંગાડા તથા નયનાબેન ચીમનભાઇ મુનિયા સામે ફરિયાદ દાખલ કરાવી હતી. ચાકલીયા પોલીસે દુષ્કર્મ અને પોક્સોનો ગુનો દાખલ કરી કાર્યવાહી હાથ ધરી હતી.