ઉમરપાડા વીજ સબ સ્ટેશનમાં સામાન ચોરી કરનારો ઝડપાયો


ઉમરપાડા તાલુકાના બરડી ગામમાં વીજ સબ સ્ટેશન ના સામાનની ચોરીમાં સંકડાયેલા માંગરોળ તાલુકાના નાની નરોલી ગામના વોન્ટેડ આરોપીને એસ ઓ જી ની ટીમે મોસાલી ચોકડી થી પકડી પાડ્યો હતો. નાની નરોલીમાં રહેતો ઇમરાન ઉર્ફે બેડી આમિર શેખ ઉંમર વર્ષ 22 સામે ઉંમરપાડા પોલીસ સ્ટેશનમાં થોડા દિવસો પૂર્વે બરડી ગામમાં વીજ સબ સ્ટેશન ના સામાનની ચોરી કરવાનો ગુનો દાખલ કરાયો હતો આ ગુનામાં સંડોવાયેલા ચાર જેટલા આરોપીને 15 દિવસ પહેલા પોલીસે પકડી પાડ્યા હતા.
આરોપી ઇમરાન ઉર્ફે બેડી આમીર શેખ વોન્ટેડ હતો એસ ઓ જી ની ટીમના એ.એસ.આઇ કિરણસિંહ લક્ષ્મણસિંહને બાતમી મળી હતી કે આરોપી ઇમરાન હાલ ભરૂચના વાલીયા તાલુકાના પાતાલ ગામમાં રહે છે અને આ આરોપી માંગરોળની મોસાલી ચોકડીના બસ સ્ટેશન પાસે આવ્યો છે.
જેને આધારે એસ ઓ જી ની ટીમના ઇન્ચાર્જ પી આઇ એ ડી ચાવડા, પોલીસ સબ ઇન્સ્પેક્ટર જે પી વાંઝવાલા તેમજ અન્ય પોલીસ કર્મચારીઓ રણછોડભાઈ કાબાભાઈ રોહિતભાઈ બાબુભાઈ શૈલેષભાઈ ચંદુભાઈ વગેરેની ટીમે આરોપીને ઉપરોક્ત સ્થળેથી પકડી લીધો હતો. આરોપી સામે ભરૂચ સી ડિવિઝન પોલીસ સ્ટેશન અને ઝઘડિયા પોલીસ સ્ટેશનમાં પૂર્વે ઘરફોડ ચોરીના ગુના દાખલ થયા હોવાનું જાણવા મળ્યું હતું.